ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ બસ સ્ટેશનથી ભીમપુરા જવાના માર્ગ પર તાજેતરમાં જ સરકારની વિકાસ પથ યોજના અંતર્ગત 50 લાખના ખર્ચે અંદાજિત અડધો કિલોમીટર અંતરનો આરસીસી સડક નિર્માણ ની કામગીરી કૈલાશ પ્રોજેક્ટ વર્ક વડોદરા દ્વારા પૂર્ણ કરાઇ છે આ કામગીરી પૂર્ણ થયા બાદ વાહનોની અવરજવર યથાવત કરાઈ છે છતાં આખીય સડક પર માટી કપચીના થર નું સામ્રાજ્ય યથાવત રહ્યું છે પાણી છંટકાવ માટે કોન્ટ્રાક્ટર દ્વારા સડક પર માટી કપચીના પારા કરાયા હતા જે માટી કપચીના થર સડક પર જામી જતા વાહન ચાલકો ડિસ્કો રોડની અનુભૂતિ કરી રહ્યા છે
તો બાઈક ચાલકો અવારનવાર સ્લીપ થઈ ને ઇજાગ્રસ્ત થતાં રહ્યા છે રોડ પર માટી કપચી જામી હોય દર બે મીટરે વાહન ચાલકોને સ્પીડ બ્રેકર જેવી અનુભૂતિ થઈ રહી છે ઉપરાંત માર્ગની બંને તરફની સાઇડો પૂરવાની કામગીરી પણ હાલતો અધુરી જ જણાઈ રહી છે
નોંધનીય છે કે માર્ગના નિર્માણ સમયે કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની ચલાવી હલકી ગુણવત્તાની કામગીરી થતી હોય નગરજનોમાં અસંતોષ પણ વ્યાયો હતો બેજવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા કેટલીક જગ્યાએ તો ગટરના પાણી તેમજ પીવાના પાણીની લાઈન લીકેજ હોવા છતાં તેની જરૂરી મરામત કરાવ્યા વિનાજ રોડ પાથરી દીધો છે આવી સડક નિર્માણની વેઠ ઉતાર કામગીરી છતાં ચાંદોદ પંચાયત ના સત્તાધીશો તેમજ કહેવાતા સ્થાનિક નેતાઓની કોન્ટ્રાક્ટર ને છાવરવાની વૃત્તિ નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે
જે હોય તે માર્ગ પર પથરાઈ રહેલી માટી કપચી સત્વરે દૂર કરાય તેમજ રોડની બંને તરફ જરૂરી પુરાણ કરવા માટે જવાબદાર તંત્ર કડકપણે કોન્ટ્રાક્ટર ને આદેશ કરી આ કામગીરી પૂર્ણ કરાવે તેવી પ્રબળ લોક માંગ ઉઠી રહી છે

