27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

ભારજ નદી પરનો પુલ તૂટી જતાં નવો પુલ બનાવવા સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઇવે પરના ભારજ નદી પરનો પુલ તૂટી જતાં નવો પુલ બનાવવા સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું

છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઇવે ૫૬ ઉપર ભારજ નદી ઉપરનો પુલ ગઈ ૨૮ જુલાઈના ૨૦૨૩ ના રોજ બેસી ગયો હતો.ત્યારબાદ ગત ૨૬ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ પુલના ત્રણ પિલર સુખી ડેમના પાણી છોડાતા તણાઈ ગયા હતા. જેને લઇને જીલ્લો બે ભાગમાં વહેંચાઇ ગયો હતો.અને જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૩૫ કરોડના ખર્ચે પુલને મંજૂરી અપાવમાં આવી હતી.જેથી આ બ્રિજ બનાવવા માટેની તમામ પ્રક્રિયા પૂરી કરીને આજે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી,પૂર્વ કેન્દ્રીય  રાજ્યમંત્રી નારણ રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા,આવનાર ૧૮ મહિનામાં આ પુલની કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

રિપોર્ટર : મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાની બેંક ઓફ બરોડાના તમામ બ્રાન્ચ દ્વારા મેગા ક્રેડિટ કેમ્પ યોજાયો જેમાં ૨૨૩ લાભાર્થીઓને ૧૦ કરોડ જેટલી લોન સહાય અપાઈ.

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખોડિયા ગામે 1 થી 5ની શાળામાં 35થી વધુ બાળકો માટે એક જ શિક્ષક

admin

સલામ છે આ આદિવાસી મહિલાઓને કે જેઓ નાની બચત થકી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહી છે.

admin

Leave a Comment