Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ની સહાય બ્લાઇન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંગીત સંધ્યા અને ભોજન સમારોહ સાથે નવા વર્ષની ઉજવણી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે ની સહાય બ્લાઇન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવા વર્ષની ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષના અંતિમ દિવસે જૂના વર્ષને વિદાય આપી અને નવા વર્ષનું સ્વાગત કરવા માટે સંગીત સંધ્યા, સંગીત સ્પર્ધા તેમજ ભોજન સમારોહ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં દિવ્યાંગ કલાકારોએ પોતાની સંગીત પ્રતિભાનો મનમોહક પરિચય આપ્યો હતો. સંગીત સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની છુપાયેલી શક્તિઓનું પ્રદર્શન કર્યું હતું, જેને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.

ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ વ્યક્તિઓને સમાજની મુખ્યધારામાં જોડવાનો અને તેમના જીવનમાં આનંદ તથા આત્મવિશ્વાસનો સંચાર કરવાનો છે. જલારામ મંદિરના પવિત્ર પરિસરમાં યોજાયેલ આ કાર્યક્રમ ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહ્યો હતો.

Related posts

દિવાળીપુરા ના જર્જરિત આવાસો મકાનોને તંત્ર દ્વારા લાઈટ પાણી ડ્રેનેજ લાઈન કટકરી દેવામાં આવ્યા

admin

સ્માર્ટ સીટી વડોદરામાં ગટર મા બની ગુફા

admin

વીતેલા વર્ષો દરમિયાન આ સ્પોટ પર અનેકવાર પ્રાણઘાતક અકસ્માતોની હારમાળા સર્જાઈ

admin

Leave a Comment