43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

ગોપાલ ઇટાલીયા સામે બિલખા કિન્નર અખાડાના ગાદીપતિ નીલમબાનો આક્રોશ

વિધાનસભા 87 ના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાના વાણી વિલાસને કારણે બિલખા કિન્નર અખાડા ના ગાદીપતિ નીલમબા એ આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ગોપાલ ઇટાલીયા સામે આકરા પ્રહારો કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે વિધાનસભા ની આ ચૂંટણીને તમે સનાતન ધર્મ સાથે ના જોડો અને સનાતન ધર્મના દેવી-દેવતાઓ તેમજ કિન્નરો વગેરે પ્રત્યે તમે વાણી વિલાસ ના વાપરો કારણ કે તેનાથી સનાતન ધર્મના સેવક સમુદાયની લાગણી દુભાય છે થોડા સમય પહેલા ગોપાલ ઇટાલીયા એ પોતાના એક સભાની અંદર વાણી વિલાસ કરતા કિન્નરો વિશે ટિપ્પણી કરી હતી જેને લઈને બિલખાના મઠ ના ગાદીપતિ નીલબા એ પૂરા આક્રોશ સાથે ગોપાલ ઇટાલીયા તરફ આકરો પ્રતિસાદ આપ્યો હતો અને કોઈપણ પક્ષ જો ધર્મ સનાતન કે કિન્નરો કે અન્ય કોઈ વિશે બોલશે તો એ જરા પણ સાખી નહીં લેવામાં આવે અને તેનો જવાબ સેવક સમુદાય આપશે તેવું પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું સાથે મતદારો પણ આ બાબતે વ્યથા જોવા મળી હતી હવે જોવું રહ્યું કે ગોપાલ ઇટાલીયાના આ વાણી વિલાસ ને કારણે મતદાતાઓમાં કેવો પ્રતિસાદ મળે છે જિલ્લા બ્યુરો ચિફ શ્યામ ચાવડા વિસાવદર

Related posts

વિસાવદર લાયન્સ કલબ દ્વારા વિજય દિવસ નિમિત્તે નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ

admin

વિસાવદર લાયન્સ કલબ દ્વારા વિશ્વ એઈડ્સ દિવસ સહિતના દિન વિશેષ ની ઉજવણી કરવામાં આવી

admin

વિસાવદર ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને અપાયું આવેદનપત્ર

admin

Leave a Comment