35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા થી લંડન સુધીની સાયકલયાત્રાનું સાહસી કાર્ય કરનાર નિશાકુમારીનું બી.આર.જી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

પર્યાવરણ સુરક્ષાના સંદેશ સાથે 16000 કી.મી ની સાયકલયાત્રા કરનાર વડોદરા ની નિશાકુમારી નું ઊર્મિ સ્કૂલ ખાતે ફૂલો થી અભિવાદન

change before climate change ના સંદેશ સાથે વડોદરા થી લંડન સુધી ની સાયકલયાત્રા નું સાહસી કાર્ય કરનાર નિશાકુમારી નું આજ રોજ બી.આર.જી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. એવરેસ્ટર નિશાકુમારી તરીકે નામના પ્રાપ્ત મહિલાએ વડોદરા નું નામ આંતરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે. ત્યારે 16000 કી.મી ની પર્યાવરણ સુરક્ષા ના સંદેશ સાથે ની સફળ સાયકલ યાત્રા બાદ આજ રોજ ઊર્મિ સ્કૂલ ના બાળકો દ્વારા ફૂલો ની વર્ષા સાથે નિશાકુમારી નું સ્વાગત કરવામાં આવેલ હતું. ખાસ બાળકો ને પર્યાવરણ સુરક્ષા ના સંદેશ થી ભારતના ભવિષ્ય ને તૈયાર કરવા ના હેતુ એ બી.આર.જી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ દ્વારા નિશાકુમારી નું સમ્માન અભિવાદન કરવામાં આવેલ હતું.

એવરેસ્ટર નિશાકુમારીએ વડોદરા થી લંડનનો 16000 થી વધુ કિલોમીટર નો સાયક્લ પ્રવાસ અને માર્ગદર્શક નિલેશ બારોટે મોટર પ્રવાસ સફળતાપૂર્વક પૂરો કર્યો છે. change before climate change એટલે કે પર્યાવરણ વિષમ બને તે પહેલા આદત બદલોનો પર્યાવરણ સુરક્ષા સંદેશ આપવાનો ઉમદા હેતુ આ સાહસ પાછળ હતો.અને પ્રવાસનો પ્રારંભ જૂન 24 માં ઊર્મિ સ્કૂલના પ્રાંગણમાં થી જ કર્યો હતો. નિશાકુમારી એ આજ રોજ 16000 કી.મી ની સાયકલ યાત્રા ના અનુભવો બાળકો તેમજ પત્રકારો સામે વર્ણવ્યા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સ્થાઈ સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સાથે ઊર્મિ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર ની ઉપસ્થિતિ રહી હતી.

Related posts

આસો સુદ શારદીય નવરાત્રીના મહાઅષ્ટમી નિમિત્તે માંઇભક્તોએ કારેલીબાગ સ્થિત પૌરાણિક બહુચરાજી માતાના દર્શન પૂજન કર્યા

admin

વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇસ યુનિયન પ્રતાપ નગર દ્રારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

admin

ડભોઈ સીતપુર વસાહતથી ગામ સુધી નમી ગયેલા વીજ થાંભલાઓથી જાનહાનીનો ભય : MGVCLની ઘોર બેદરકારી

admin

Leave a Comment