NSUI દ્રારા બીકોમ હોનર્સ માં સીટ વધારા માં આવે તે માટે, કોમર્સ ડિન, ને આવેદન પત્ર આવી, રજુવાત કરવા માં આવી હતી.રજુવાત કરવા પોહચ્યા, ત્યારે એમએસયુ સત્તધિસો ને રજુવાત ના સંભાળવી પડે, તે માટે ગેટ પર તાળાં મારી દેવા માં આવ્યા હતા.છેવટે, તાળાં ખોલાવી, રજુવાત સંભાળવા માં આવી.પ્રથમ વર્ષ બીકોમ હોનર્સ કોર્સ માટે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓએ એપ્લાય કર્યું છે. મેરીટ લિસ્ટ જાહેર થયા બાદ ૬૩% એ મેરીટ અટક્યું છે..તથા હજી પણ વડોદરા ના ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશન થી વંચિત છે. સર શ્રી મહારાજા સયાજીરાવ ગાયકવાડ નું સપનું હતું કે વડોદરા ના વિદ્યાર્થીઓ એમ.એસ યુનિવર્સિટી માં અભ્યાસ કરે તેઓને ભણતર માટે વડોદરા બહાર ન જવું પડે…તથા વડોદરા ના જે વિદ્યાર્થીઓ એડમિશન થી વંચિત છે તેઓ માટે બીકોમ કોર્સ માટે સીટ વધારવામાં આવે જેથી વડોદરા ના તમામ વિદ્યાર્થીઓ એમ.એસ યુનિવર્સિટી માં અભ્યાસ કરી શકે…

