Genius Daily News
Uncategorized

સહી પોષણ દેશ રોશન ના સ્લોગન સાથે રાષ્ટ્રીય પોષણ માહ કાર્યક્રમ અંતર્ગત પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

વર્ષ ૨૦૨૫ સુધી માં ટીબી રોગને દેશમાંથી નાબૂદ કરવા ના દેશના માનનીય વડાપ્રધાનની મહત્વકાંક્ષી ઝૂંબેશ ને વેગ આપવા માટે ટીબી રોગના દર્દીઓ માટે દવા સાથે પૌષ્ટિક આહાર લેવો પણ અનિવાર્ય બની રહે છે. તે હેતુસર ભારત સરકાર આરોગ્ય મંત્રાલયે વર્ષ પહેલી એપ્રિલ ૨૦૧૮ થી નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને તેમની સારવાર શરૂ કર્યા થી સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી તેમના બેંક એકાઉન્ટ માં દર મહિને રૂપિયા ૫૦૦/- ની સહાય આપવામાં આવે છે. તે ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ તથા સેવાભાવી દાતાઓના સહયોગથી દર્દી ને પૂરતું પોષણ મળી રહે તે માટે નિક્ષય મિત્ર નામની સ્કીમ અંતર્ગત એક એક મહિના ની પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરીને આપવા માટે ની પણ ઝૂંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે આજે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે દિપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા રાષ્ટ્રીય પોષણ માહ કાર્યક્રમ અંતર્ગત “સહી પોષણ દેશ રોશન” ના સ્લોગન સાથે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી.

જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં મેડિકલ ઓફિસર ડો કુલદીપ શર્મા તથા દિપક ફાઉન્ડેશન વડોદરા ના પ્રોજેક્ટ ઓફીસર આકાંક્ષા સિંહ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં વાલસિંગભાઈ રાઠવા તેમજ પરેશભાઈ વૈદ્ય અને મનહરભાઈ વણકર, બ્રિજેશ ગુપ્તા સહિત ટીબી રોગની સારવાર લઈ રહેલા અને પૌષ્ટિક આહાર કીટ ના ૨૬ જેટલા લાભાર્થી દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ફક્ત બાળકો માટે છેલ્લા 28 વર્ષથી ગરબા

admin

નસવાડીના કૂકાવટી લો લેવલ કોઝવેના પાઇપ સફાઈ ન થતા પશુ અશ્વિન નદીમાં પડતા જીવના જોખમે રેશક્યું કરવા ગ્રામજનો કામે લાગ્યા એક યુવક તણાતો બચ્યો

admin

તેજગઢ ભાષા કેન્દ્રમાં LIC ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશને સોલાર સિસ્ટમ માટે 35 લાખ આપ્યા

admin

Leave a Comment