ચોરોએ પોલીસના નાકે દમ લાવી દીધો
વડોદરામાં પોલીસની સક્રિયતાને પડકારતા ચોરો બેફામ બની રહ્યા છે.હવે દીનદહાડે ચોરોએ મુખ્ય માર્ગ પર કારોને ટાર્ગેટ બનાવી પોલીસને ચેલેન્જ ફેંકી છે,પહેલા બનાવમાં ખારીવાવ રોડ પર અમદાવાદ પાસિંગની કારના કાચ તોડી ચોરોએ કારમાંથી બે લેપટોપની ચોરી કરી હતી,જેના સીસીટીવી પણ સામે આવ્યા છે, જયારે અન્ય એક બનાવમાં દાંડિયા બજાર પાસે મોલની સર્વિસ રોડ પર એકસયુવી કારને તસ્કરોએ નિશાન બનાવી હતી,આ કારના પણ કાચ તોડી એક લેપટોપ અને 50000 રોકડ રકમની ચોરી કરી હતી,દિવાળી પહેલા વધી રહેલી ચોરીની વારદાતોથી સામાન્ય લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.એક જ મોડ્સ ઓપરેન્ડીથી એકસાથે બે કારને ટાર્ગેટ કરનારા ચોરોને શોધવા હવે પોલીસ દોડધામ કરી રહી છે.

