27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સદગુરુ કબીર સાહેબ નો ૬૨૫ મો પ્રાગ્ટય મહોત્સવ નિમિત્તે વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતેથી રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું

કબીર પ્રગટ દિવસ ધરતી પર પરમાત્મા કબીર સાહેબના પ્રાગટ્ય પ્રસંગે ઉજવવામાં આવે છે. ભગવાન કબીર સાહેબ ભારતમાં ઉત્તર પ્રદેશના કાશીમાં લહરતારા તળાવમાં કમળના ફૂલ પર અવતરીત થયા હતા. નીરુ-નીમા તેમને ત્યાંથી ઉઠાવીને ઘરે લઈ ગયા હતા, જેઓ તેમના પાલક માતા પિતા કહેવાયા. લોકવેદના કારણે કબીર પરમેશ્વરજીને સમગ્ર વિશ્વ એક વણકર, કવિ કે સંત માને છે. પવિત્ર વેદ પણ કબીર પરમેશ્વરની મહિમા ગાય છે. પવિત્ર ઋગ્વેદ મંડળ 9 સૂક્ત 94, મંત્ર 1 અને મંડલ 9 સૂક્ત 96 મંત્ર 17 થી 20 માં લખ્યું છે કે પરમેશ્વર આ ધરતી પર સહશરીર આવે છે અને પોતાનું જ્ઞાન દોહાઓ અને લોકોક્તિઓના માધ્યમથી સમગ્ર વિશ્વને આપ્યું ત્યારે સંત સમ્રાટ સદગુરુ કબીર સાહેબનો ૬૨૫ મો પ્રાગ્ટય મહોત્સવ સંવત ૨૦૭૮ના જયેષ્ઠ સુદ તેરસ તથા ચૌદશના દિવસે નિમિત્તે શોભાયાત્રા-આ શોભા યાત્રા વડોદરાના વિસ્તારોમાં ફરી ફરશે માંજલપુર કબીર મંદિર ખાતે પહોંચશે અને ત્યારબાદ આનંદ-આરતી, ભજન-સત્સંગ, સંત-ભોજન ભંડારાના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ અને દર્શન સત્સંગનો રાખવામાં આવ્યો હતો ને અને કબીર ધર્મના તમામ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા

Related posts

પહેલી ડિસેમ્બર એટલે વર્લ્ડ એડ્સ ડે નિમિતે લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા એડ્સ વિશે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ

admin

વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના લોકસભાની ચૂંટણીમાં વિજેતા થયેલ સાંસદોનું સત્કાર સમારોહ કાર્યકમ યોજાયો

admin

વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન દ્વારા એમએસ યુનિવર્સિટી બંધના એલાનને એક્સપરિમેન્ટલ ગેટ બંધ કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો

admin

Leave a Comment