Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

વિશ્વ અંધ ધ્વજ દિન નિમિત્તે એવા પ્રજ્ઞાચક્ષુની વાત કરીએ જેઓએ દ્રષ્ટી ના હોવા છતાં પોતાના દ્રઢ સંકલ્પથી પોતાનું અને પરિવારનું જીવન રોશન કર્યું

આ છે ડૉ. યુસુફ વ્હોરા, તેઓ જન્મથી દ્રષ્ટીહીન છે. પરંતુ દૃઢ નિશ્ચયી યુસુફને ક્યારેય પોતાની વિકલાંગતાને તેમના સપનાની આડે આવવા દીધી ન હતી. યુસુફ વ્હોરા ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરી ડૉક્ટર બન્યા અને છેલ્લા વીસ વર્ષોથી છોટાઉદેપુર ખાતે પોતાનું ક્લિનિક ચલાવે છે. ડૉ.યુસુફ જાતે જ સમગ્ર ક્લિનિકનું સંચાલન કરે છે. અને ક્લિનિક માના તમામ ઉપકરણોને આસાનીથી ચલાવી દર્દીની સારવાર કરે છે. ડૉ.યુસુફ અંધ હોવા છતાં લોકોને તેમના ઉપર પૂરો વિશ્વાસ છે અને તેમની પાસે ઈલાજ કરાવી તેમની કાર્યશૈલીને વખાણે છે. ડૉ.યુસુફ મોબાઈલ, સોશિયલ મીડિયા અને લેપટોપ જેવા આધુનિક ઉપકરણો પણ નિયમિત ઉપયોગ કરે છે અને સામાન્ય વ્યક્તિની જેમ પોતાનું જીવન ગુજારે છે. આજરોજ તા.14મી સપ્ટેમ્બર એટલે કે અખિલ હિન્દ અંધ ધ્વજ દિન; નેશનલ એસોશીએશન ફોર ધ બ્લાઈન્ડ દ્વારા સંપૂર્ણ અંધ અને અલ્પ દ્રષ્ટિ ધરાવતા લોકો શિક્ષણ, તાલીમ, રોજગાર મેળવે અને નેત્રહીનતાની અટકાયત અને નિવારણ અર્થે જનજાગૃતિ લાવવા માટે “અખિલ હિન્દ અંધ ધ્વજ દિન”ની ઉજવણી કરવામાં આવે છે. તેવામાં ડૉ. યુસુફનો કિસ્સો દ્રષ્ટિહીન લોકો માટે ચોક્કસથી પ્રેરણાદાયી બનશે

Related posts

છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવે નબર 56 ઉપર આવેલા બ્રિજો કયારે પણ ધરાશાઈ થાય તેવી શકયતા

admin

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષકે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજ્યું

admin

આદિવાસી વિસ્તારોમાં ભણતા વિધાર્થીઓને રહેવા અને જમવાનો ખર્ચ આદિજાતિ વિભાગ ઉઠાવે છે પરંતુ મુલાકાત લીધી તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા

admin

Leave a Comment