Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મધમાખીઓના ડંખ વચ્ચે ફાયર લાશ્કરોની કામગીરી..!!

વડોદરા ફાયર બ્રિગેડના જવાનોની હિંમત અને બહાદુરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.વડોદરાના સારાભાઈ રોડ પર વર્ષો જૂનું મહાકાય વડનું વૃક્ષ ધરાશય થયું હતું.વૃક્ષ પડતા રીક્ષા અને ઘરના શેડને નુકશાન થયું હતું.વડનું વૃક્ષ પડવાની જાણ થતા જ વડીવાડી ફાયરબ્રિગેડના લાશ્કરો તાત્કાલિક સ્થળ પર દોડી આવી ધરાશય વૃક્ષને હટાવવાની કામગીરી કરી હતી.જોકે આ કામગીરી દરમિયાન ફાયર લાશ્કરોને મળમાખીનું ચેલેન્જ આવ્યું,વૃક્ષ પરના મધમાખીના પૂડાની મધમાખીઓએ લાશ્કરોને ડંખ મારવાની શૃરૂઆત કરી પણ ફાયર બ્રિગેડની ટીમે મધમાખીઓના ડંખ વચ્ચે વૃક્ષ હટાવાની કામગીરી પૂર્ણ કરી બહાદુરી સાથે કમિટમેન્ટનો દાખલો બેસાડ્યો હતો.

Related posts

ત્રણ આરોપીઓને પાસા હેઠળ અટકાયત..

admin

ફૅકલ્ટી ઓફ પરફૉર્મિંગ આર્ટ્સ, ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા ખાતે કાર્યશાળાનું આયોજન

admin

ડભોઈ પંથકમાં આમ આદમી પાર્ટીએ આવનારી તાલુકા જીલ્લા પંચાયતની ચુંટણીઓની તૈયારીના શ્રી ગણેશ કર્યા

admin

Leave a Comment