વડોદરામાં શરાબનો વેપલો બેરોકટોક ધમધમી રહ્યો છે,એ સાથે જ પોલીસ પણ બુટેલરોને પકડવા માંથી રહી છે, ત્યારે પોલીસથી બચવા બુટલેગરો અવનવા અખતરાઓ કરતા હોય છે.આ દરમિયાન વડોદરા ગ્રામ્ય એલસીબીએ ડભોઇ થી વડોદરા રોડ પર કેલનપુર ચેકપોસ્ટ પાસે નવી મોડ્સ ઓપરેન્ડીથી ટેમ્પામાં લઈ જવાતા શરાબના જથ્થોને ઝડપી પાડ્યો હતો.છોટા હાથી ગાડીમાં દારૂ છુપાવી લઈ જવાતો હતો પોલીસે જયારે ટેમ્પા નીચે બોલ્ટ ખોલ્યો તો દારૂની બોટલોનો ઢગલો થઈ ગયો હતો.3 લાખની કિંમતના દારૂના જથ્થા સાથે પોલીસે વિકાસ ચામડા,પ્રશાંત શેટ્ટી અને હર્ષ તેલંગની ધરપકડ કરી હતી.


