30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગેરકાયદે અમેરિકા ગયેલા ગુજરાતીઓ ભારત પરત

અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોને ડિપોર્ટ કરાતા 33 ગુજરાતીઓ આજે વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં 28 લોકો ઉત્તર ગુજરાતના, 4 લોકો મધ્ય ગુજરાતના અને એક દક્ષિણ ગુજરાતનો છે. ત્યારે પોલીસ દ્વારા તેમના વાહનમાં જ આ લોકોને તેમના વતનમાં લઈ ગયા બાદ જે તે જિલ્લાની એલસીબી કચેરીઓ તેઓનું ઈન્ટ્રોગેશન કરાશે. ત્યારે વડોદરાની લુણા ગામની યુવતી તેના ઘરે પહોંચતા જ પરિવારજનો ભાવુક બન્યા હતા અને કહ્યું હતું કે, દીકરીને જોઈને ખુશ છીએ. જો કે આ રીતે ખુશ્બુ પરત ફરતા બહેન ને માનસિક આઘાત લાગ્યો હોવાનું ભાઈએ જણાવ્યું હતું.

Related posts

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સભાસાદોના બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કરાયા…

admin

વડોદરાના તાંદલજા વિસ્તારમાં મધરાતે સરતાજ કોમ્પલેક્ષના એક મકાનમાં આગ લાગતાં ઘરવખરીનો સામાન બળીને ખાક થયો

admin

ડમ્પરે ટુ વ્હીલર ચાલક મહિલાને અડફેટે લીધા બાદ ટ્રાફિક પોલીસ દ્વારા ડમ્પરો સામે લાલ આંખ કરી

admin

Leave a Comment