33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જાણીતા ઉધોપતિ અને સમાજ સેવક ડો.જયેશ ઠકકર દ્વારા મહાન ઉદ્યોગપતિ સ્વ.રતન ટાટાને પ્રેરણાજલીનો કાર્યકમ યોજાયો

પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. દેશના સૌથી મોટા બિઝનેસ ટ્રસ્ટ ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધતી જતી ઉંમરને કારણે તેને ઘણી સમસ્યાઓ હતી. દેશભરના લોકોમાં રતન ટાટા પ્રત્યે અપાર આદર હતો. રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ગ્રૂપે મહાન ઉંચાઈઓને સ્પર્શી હતી. રતન ટાટા 1991માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા અને ત્યારથી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેઓ 2012 સુધી આ પદ પર રહ્યા હતા. તેમણે 1996માં ટાટા સર્વિસિસ અને 2004માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ જેવી કંપનીઓની સ્થાપના કરી.
ટાટા ગ્રુપના વડા, દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર રતન ટાટાનું બુધવારે નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. રતન નવલ ટાટાએ મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહ્યું હતું. રતન ટાટા પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા છે. દેશના લોકોએ નમ આંખોએ અંતિમ વિદાય આપી હતી ત્યારે આજે વડોદરા શહેર અકોટા વિસ્તારમાં આવેલ સયાજી નગર ગુહ ખાતે જાણીતા ઉધોપતિ અને સમાજ સેવક ડો. જયેશ ઠકકર દ્વારા મહાન ઉદ્યોગપતિ સ્વ. રતન ટાટા ને શ્રધ્ધાંજલિ નો કાર્યકમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વડોદરા ના લોકો હાજર રહ્યા હતા સાથે ઉદ્યોગપતિ સ્વ. રતન ટાટા ને બે મિનિટ નું મૌન પાડી ને પ્રેરણા જલી આપી હતી અને વકતા જય વસાડા દ્વારા સ્વ. રતન ટાટા ની જીવન ગાથા અને રતન ટાટા ના અનેક ઉદાહરણ લોકો ને સભળાવ્યા હતા

Related posts

પૈસાની લેતીદેતી મામલે બિચ્છુ ગેંગના સભ્યોએ પુત્રી પર ગેંગરેપ ગુજારવાની ધમકી આપતા માતાએ ન્યાયની માંગણી કરી

admin

ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા બળેવ પૂનમ નિમિત્તે સમૂહ યજ્ઞોપવિત ધારણ (જનોઈ બદલવાનો) કાર્યક્રમ

admin

વડોદરા શહેરના સરસૈયા તળાવ પાસે 400 વર્ષ જૂનું કાળભૈરવ મંદિર કાળભૈરવ દાદાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી

admin

Leave a Comment