43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા બળેવ પૂનમ નિમિત્તે સમૂહ યજ્ઞોપવિત ધારણ (જનોઈ બદલવાનો) કાર્યક્રમ

ભાઈ બહેન ના પવિત્ર બંધન ના પર્વ એવા રક્ષાબંધન ના તહેવાર ની તમામ ભાઈ બહેનો ને હાર્દિક શુભકામના ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા આજ રોજ બળેવ પૂનમ નિમિત્તે સમૂહ યજ્ઞોપવિત ધારણ (જનોઈ બદલવા નો) કાર્યક્રમ આજવા રોડ સ્થિત શ્રી જાગતા હનુમાન મંદિરે કરવામાં આવ્યો જેમાં વડોદરા જિલ્લા ના ગુરુ બ્રાહ્મણ સમાજ ના યુવાનો અને વડીલો એ સમૂહ યજ્ઞોપવિત બદલી આ આયોજન માં ઉત્સાહભેર ભાગ લીધો જેમાં મુખ્ય આચાર્ય તરીકે સમાજ ના ઉમેશભાઈ જયદેવભાઈ શર્મા એ વિધિવત રીતે શ્રી જાગતા હનુમાન મંદિર ના સાનિધ્ય માં તમામ ભૂદેવો ને યજ્ઞોપવિત (જનોઈ બદલાવી) આ કાર્યક્રમ માં ગુરુ બ્રાહ્મણ સમાજ ના ભૂદેવો હાજર રહ્યા તે બદલ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ ના પ્રમુખ વિકી શ્રીમાળી એ સમાજ બંધુઓ અને કાર્યક્રમ માં હાજર રહેલ તમામ લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શ્રી જાગતા હનુમાન મંદિર ના સંચાલક શ્રી વિજયભાઈ પાટીલ તથા શ્રી કલ્પેશ શ્રીમાળી અને આ આયોજન માં ચા નાસ્તા ની વ્યવસ્થા કરનાર દિવ્યાંગ બળદેવભાઈ શ્રીમાળી નો પણ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો,
ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ, વડોદરા હરહંમેશ વડોદરા જિલ્લા માં વસતા સમાજ ને આગળ લાવવા માટે અને સમાજહિત ના કર્યો કરવા માટે કાર્યરત છે આવાજ કાર્યો આગળ ના સમય માં પણ યુવા કમિટી દ્વારા કરવામાં આવશે તેવી પ્રાર્થના શ્રી તેજાનંદ મહારાજ ના ચરણો માં ટ્રસ્ટ ના પ્રમુખ વિકી શ્રીમાળી દ્વારા કરવામાં આવી

Related posts

વડોદરા ની દિવ્યાંગ વિધાર્થીની યશા મકવાણા મેળવી સિધ્ધિ મેળવી શહેર સ્કૂલને ઞૌરવ અપાવ્યું

admin

સાવલી તાલુકાના તુલસીપુરા ગામના શ્રમિકપરિવારોને મનરેગા યોજના અંરતરગત રોજગાર મેળવવા ફાંફાં

admin

વડોદરાના ગોરવામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથામાં કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી…

admin

Leave a Comment