ભાઇ બહેનના પવિત્ર અને અતૂટ પ્રેમના બંધનનું પર્વ એટલે રક્ષાબંધન. આ પર્વે બહેનો પોતાના ભાઇઓના નિરોગી આરોગ્ય દિર્ઘાયુ ની કામના કરે છે જ્યારે ભાઇ પોતાની બહેનોની રક્ષાનુ વચન આપી તે નિભાવે છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ, વડોદરા મહાનગર દ્વારા શહેરીજનોની રક્ષા, કાયદાનું પાલન થકી કરાવતા અને ગમે તેવી પરિસ્થિતિ અને સંજોગોમાં ફરજ બજાવતા, શહેરની આંતરિક જવાબદારી ઉઠાવતા પોલીસ કર્મીઓને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજે રક્ષાબંધન પૂર્વે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન તથા વાડી પોલીસ સ્ટેશન ખાતે રક્ષા બાધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદની બહેનો દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે શહેરના વિશ્વ હિન્દુ પરિષદના માતૃશક્તિના સંયોજિકા વડોદરા મહાનગર ના જયશ્રીબેન પટેલ તથા સહસંયોજિકા દીપાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓને મ્હોં મીઠું કરાવ્યું હતું સાથે જ પોલીસ જવાનોના સારા સ્વાસ્થ્યની કામનાઓ કરી હતી.

