35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પી.એમ.કિસાન યોજનાના લાભાર્થી કુલ ૨,૦૪,૦૬૧ ખેડૂતો પૈકી માત્ર ૨૦૭૩૫ ખેડૂતોએ કરાવી નોંધણી

તા.૨૫ નવેમ્બર ૨૦૨૪ પહેલા ખેડૂત ફાર્મર રજીસ્ટ્રી હેઠળ નોંધણી ફરજિયાત

એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઇ.ડીની જેમ ફાર્મર આઈ.ડી મળશે. રાજ્યમાં ૧૫ ઓક્ટોબર ૨૦૨૪થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે.

ભારત સરકારે પી એમ કિસાન યોજનાના રૂ. ૨૦૦૦ના આગામી ડિસેમ્બર મહિનાના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત કરી છે. જેમાં ૨૫ નવેમ્બર પહેલા વડોદરા જિલ્લાના પી.એમ. કિસાન યોજનાનો લાભ લેતા કુલ ૨,૦૪,૦૬૧ લાભાર્થીઓ સાથે જ અન્ય તમામ ખેડૂત ખાતેદારોએ નોંધણી કરાવવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે આજ દીન સુધી ફક્ત ૨૦,૭૩૫ ખેડૂતોએ જ ખેડૂત રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આથી બાકી રહેતા તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર(વિસીઈ)નો સંપર્ક કરી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પી એમ કિસાન યોજનાના રૂપિયા ૨૦૦૦ નો હપ્તો મળવાપાત્ર રહેશે નહીં. ખેડૂત મિત્રો ‘Farmer Registry Gujarat’ મોબાઇલ એપ્લીકેશન મારફત ઘરે બેઠા જાતે પણ નોંધણી કરી શકે છે.

ખેડૂતોએ આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર અને ૮-અ નકલ, ૭-૧૨ નકલ સાથે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર(વિસીઈ) તેમજ કોમન સર્વીસ સેન્ટર, ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત વડોદરાની અખબાર યાદીમાં જણાવાયું છે.

Related posts

હરિતિર્થ આશ્રમ કુંડેલા દ્વારા ગુરુજીના ૫૧માં પ્રગટ ઉત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન

admin

વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં ચોરીની ઘટનાઓ થમવાનુ નામ નહી લઈ રહી

admin

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામોને મંજૂરી.

admin

Leave a Comment