વડોદરા શહેરમાં જાહેર સ્થળો પર જુગાર રમતા તત્વો સામે PCB પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત વડોદરાના ન્યાય મંદિર ન્યૂ રોડ પાસે જાહેર રસ્તા પર દાણા નો જુગાર રમતા પાંચ ઇસમોને PCB પોલીસે ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, PCB પોલીસને બાતમી મળી હતી કે ન્યાય મંદિર ન્યૂ રોડ વિસ્તારમાં જાહેર રસ્તા પર કેટલાક ઇસમો દાણા વડે જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે PCB પોલીસે તરત જ સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા પાંચ ઇસમોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી જુગાર રમવા ઉપયોગમાં લેવાતો સામાન તેમજ રોકડ મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે PCB પોલીસે આરોપીઓ વિરુદ્ધ જાહેર જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
PCB પોલીસે જાહેર સ્થળો પર જુગાર રમનારાઓ સામે આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી આપી છે.

