વડોદરા શહેરના ઝોન-2માં આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક મંજીતા વણઝારા ની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
રાવપુરા અને નવાપુરા વિસ્તારોમાં યોજાયેલી આ બેઠકમાં રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનના PI, PSI સહિત પોલીસ અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી ઈદ, રામનવમી અને ગુડી પડવા જેવા તહેવારોને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં પોલીસ અને નાગરિકો વચ્ચે સંકલન વધારવા, અફવાઓથી દૂર રહેવા અને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

