ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના તણાવ ભર્યા માહોલમાં સરકારના આદેશ અનુસાર સમગ્ર દેશમાં મોગરીનું આયોજન આજે કરવામાં આવ્યું છે જે અંતર્ગત વડોદરા શહેરમાં પણ મોકડ્રીલ અંતર્ગત સાયરન વગાડી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં પણ પાલિકાની વડી કચેરી પાસે લોકોને યુદ્ધની કેવી પરિસ્થિતિ છે તે પ્રકારની મોકડ્રીલ કરવામાં આવી હતી. એ પ્રમાણે ચાર વાગ્યે પહેલા તૂટક સાયરન વાગી હતી જેમાં લોકોને માહિતગાર કરવામાં આવે છે કે એર સ્ટ્રાઈક થશે. પાણી ત્યારબાદ 4:30 વાગે ઓકે નું સાયરન વગાડવામાં આવ્યું હતું જેમાં લોકોને માહિતગાર કરવામાં આવે છે કે જોખમ હવે જતું રહ્યું છે.

