ડભોઇ ભારતીય કિસાન સંઘ દ્વારા કમોસમી વરસાદ થવાથી ખેડૂતોને થયેલ પારાવાર નુકસાનીનું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે એવી માગ ર્સાથે આવેદનપત્ર ડભોઇ મામલતદારને આપવામાં આવ્યું
રાજ્ય સહિત વડોદરા જિલ્લામાં થયેલ કોમોસમી વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર પાક પર વરસાદી પાણી ફરી વળતા મોંમાં આવેલો કોડીયો છીનવાઈ ગયો હોય એમ પારાવાર નુકસાન થયું છે જગતનો તાત બિચારો અને બાપડો દેવાના ડુંગર નીચે દબાઈ ના જાય મજબૂરી વશ આત્મહત્યા ના કરે તે માટે સરકાર ખેડૂતનો હાથ પકડે ખેતીમાં ગયેલ નુકસાનીનું વળતર ચૂકવે અને ખેડૂત ફરીથી બેઠો થાય તે માટે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

