છોટા ઉદેપુર નગર પાલિકાની ચૂંટણી તા 16 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. આવનારી ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર અને એલર્ટ બન્યુ છે. આજરોજ નગર પાલિકાના દરેક વોર્ડમાં આવેલ મતદાન મથકોની જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલાએ મતદાન મથકો પર જઈ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. આવનારી ચૂંટણીમાં કાયદા અને વ્યવસ્થાનું સંપૂર્ણ પાલન થાય અને તમામ બુથો પર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તંત્ર કામે લાગી ગયું છે. અને જિલ્લાની એકમાત્ર નગર પાલિકાની ચૂંટણી નિર્વિધ્ને પતે તે માટે તંત્ર સજ્જ થઈ ગયું છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

