આગામી અષાઢી બીજે રથયાત્રા સાદગીપૂર્ણ રીતે શહેરના માર્ગો પર નિકળનાર છે . ત્યારે રથયાત્રાને લઈને પોલીસ કમિશનરે પ્રથમ બેઠક સરકારી વિભાગો સાથે અને બીજી બેઠક ઇસ્કોન મંદિરના ટ્રસ્ટી-સંતો સાથે કરી હતી. મહત્વનું છે કે લાખો લોકો રથયાત્રામાં જોડાય છે ત્યારે યાત્રાના રૂટ પરના માર્ગો ઉપર પડેલા ખાડાઓ પુરી સમતળ કરી માર્ગોની સફાઈ , રૂટ ઉપર લટકતા વાયરોને દૂર કરવાની સૂચના, ઇમરજન્સી અર્થે આરોગ્ય વિભાગની ટીમો અને એમ્બ્યુલન્સ હાજર રાખવા સહિત રોડ ઉપર બેરીકેટિંગ લગાવવા માટેની સૂચના આપવામાં આવી હતી.

