પ્રોવિઝન સ્ટોરના માલિક દ્વારા બાકી નાણાંની ઉઘરાણી મુદ્દે ટાયરની દુકાન ચલાવતા યુવકને હાથ અને મોઢા પર માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલ સામે ટાયરની દુકાન ચલાવતો યુવક રજીશ ખૈયા અહીં આવેલી સત્ય જીવન પ્રોવિઝન સ્ટોર ધરાવતા સત્યમ પટેલની દુકાનમાંથી પોતાની દીકરી માટે ચોકલેટ્સ, બિસ્કીટ કોલ્ડ્રિક્સ ઇત્યાદિ ઉધારમાં ખરીદતા હતા અને પછી છ સાત હજાર રૂપિયા થઈ જાય ત્યારે ચૂકવતો હતો પરંતુ ગતરોજ સત્યમ પટેલે અચાનક રાત્રે રજીશ ખૈયા પાસે ઉધાર ઉઘરાણીની રકમ રૂ 7000 ની માંગણી કરતાં યુવકે એક બે દિવસમાં આપી દેવાની વાત કરી હતી જેથી સત્યમ પટેલે મોટે મોટેથી અપશબ્દો બોલતા યુવકે શાંતિથી વાત કરવા જણાવ્યું હતું જેથી ઉશ્કેરાયેલા સત્યમ પટેલે યુવકને ધક્કો મારી રોડ પર પાડી દ ઇ યુવકને ગડદાપાટુનો માર મોઢા સહિત શરીર પર મારવા લાગ્યો હતો ત્યારબાદ કોકોકોલા ના બોક્સથી તૂટી પડ્યો હતો આ દરમિયાન બાજુમાં ચ્હા ની લારી ચલાવતા મહિલા અને અન્ય એક દોડી આવી યુવકને મારથી બચાવ્યો હતો . ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેના હાથમાં તથા નાકના ભાંગે ઓપરેશન કરાયું હોવાનું તથા મોઢાના અને શરીરના ભાગે મૂઢ માર માર્યો હોય સમગ્ર મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

