30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના પાણીગેટની ચુઇ ગેંગના મુખ્ય સૂત્રધાર સુરજ ઉર્ફે ચુઇ તેના ભાઇ કૃણાલ સહિત સાત લોકો સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ

વડોદરા શહેરમાં આતંક મચાવતી પાણીગેટની ચુઇ ગેંગ સામે અગાઉ હત્યા, હત્યાની કોશિષ, પ્રોહિબીશન જેવા અનેક પ્રકારના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેવામાં તાજેતરમાં જ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સુરજ ઉર્ફે ચુઇ રમણભાઇ કહાર (રહે. ગાયત્રી ભુવન એપાર્ટમેન્ટ, આવજા રોજ વડોદરા) અને તેના ભાઇ કૃણાલ રમણભાઇ કહાર સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. દિવસે ને દિવસે શહેરમાં આ ગેંગનો ત્રાસ વધી રહ્યો હોવાનું પોલીસ અધિકારીઓના ધ્યાને આવ્યું હતુ. જેથી ગેંગના મુખ્ય સૂત્રધાર સુરજ ઉર્ફે ચુઇ રમણભાઇ કહાર તેના ભાઇ કૃણાલ સહિત સાત લોકો સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે, પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા હત્યાની કોશિષના ગુનામાં હાલ કૃણાલ કહાર જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે. જેથી હવે કોર્ટમાંથી ઓર્ડર મેળવી ગુજસીટોક હેઠળ તેની ધરપકડ કરવામાં આવશે, જ્યારે આ ગુનામાં ફરાર અરુણ માછીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. માથાભારે સૂરજ ઉર્ફે ચુઇ કહારનો ભુતકાળ પણ ગુનાથી ખરડાયેલો રહ્યો છે. થોડા વર્ષો પહેલા કોરોના સમયે લોકડાઉન હળવું થયું, ત્યારે એક ગુનામાં જેલમાંથી છુટ્યા બાદ સેન્ટ્રલ જેલના મેઇન ગેટ પરથી પાણીગેટ સુધી ઔડી કારમાં સરઘસ કાઢ્યું હતુ. બુટલેગરે સરઘસ કાઢતાં આ ઘટનાથી પોલીસની બરૂના લીરા ઉડ્યાં હતા. જોકે ત્યારબાદ વડોદરા પોલીસે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી

Related posts

આશરે 80 કરોડ ઉપરાંતની માતબર રકમના ખર્ચે મંજુર અને નિર્માણ થયેલ સાવલી સાંકરદા રોડ વિવાદનો મામલો

admin

પહેલા કાકા 12 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું પછી પાડોશીએ પણ કિશોરીને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું

admin

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

Leave a Comment