37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં બે દિવસ આગાઉ મળેલા આધેડના મૃતદેહને ઓળખવામાં પોલીસને સફળતા મળી

કઠણ કાળજાંને કંપાવી મૂકતો કિસ્સો..20 વર્ષથી માતા શોધતી હતી તે પુત્ર મળ્યો તો ખરો,પણ મૃત હાલતમાં વડોદરા ના ગોરવા વિસ્તાર ની આ ઘટના છે જેમાં ડાયરી પર થી ઉંચકાયો રાઝ,

માતા પર આભ તૂટી પડયું, આગાઉ એક દીકરી ને કોવીડ માં ગુમાવ્યો અને બીજો ગુમ થયેલો દીકરો તોના મળ્યો પણ મળ્યો તેનો મૃતદેહ,

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં બે દિવસ આગાઉ મળેલા આધેડ ના મૃતદેહને ઓળખવામાં પોલીસને સફળતા મળી છે.જેને ઓળખનાર માતાની કરુણ કથની કઠણ કાળજાને કંપાવી મૂકે તેવી છે. ગોરવાના દશામા મંદિર પાસે ગઇ તા.૮મીએ મોડી સાંજે પોલીસને એક આધેડ નો મૃતદેહ મળ્યો હતો.જેથી તેનું પોસ્ટમોર્ટમ કરાવતાં ખિસ્સામાંથી ડાયરી મળી હતી અને તેના પરથી પોલીસને મરનારનું નામ શૈલેન્દ્ર રમેશભાઇ પંચાલ, અણમોલ નગર, ગોરવા, હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તેના પરિવારજનોની તપાસ માટે પહોંચી ત્યારે મૃતકની માતા ધર્મિષ્ઠાબેન પંચાલે પુત્રને ઓળખી બતાવ્યો હતો મરનાર શૈલેન્દ્ર પંચાલ ૨૦ વર્ષ પહેલાં કંપનીમાં નોકરી પર ગયા બાદ પરત ફર્યો નહતો.જેથી માતા અને ભાઇ ઉપેન્દ્ર લાંબા સમયથી તપાસ કરતા હતા. દરમિયાનમાં કોવિડ દરમિયાન મૃતક શૈલેન્દ્ર ના ભાઈ ઉપેન્દ્રનું પણ મોત નીપજ્યું હતું. ગુમ પુત્ર લાંબા સમયે મળ્યો અને તે પણ મૃત અવસ્થામાં જેથી માતા પર આભ તૂટી પડયું હતું. ગુમ દીકરો તો ના મળ્યો પણ મળ્યો તેનો મૃતદેહ, વર્ષો પછી દીકરા ની ભાળ તો મળી અને પરિવાર ખુશ પણ થયો પરંતુ જયારે પોલીસ દાદા એ કહ્યું કે તમારો ગુમ થયેલો દીકરો હવે આ દુનિયા માં નથી,વર્ષો બાદ સંતાન મળ્યું પણ મૃત હાલતમાં હે કુદરત તારો આ તે કેવો નિર્ણય,

Related posts

વડોદરાના તાડફડીયા શેરી ગરબામાં ગરબા રમતી વેળાએ થયેલ સામાન્ય ઘટનામાં થઇ મારામારી

admin

ડભોઈનો સરિતા ઓવરબ્રિજ સંપૂર્ણ પણે ખુલ્લો મૂકયો ટ્રાફિક સમસ્યાનો અંત

admin

ડો.શીતલ મિસ્ત્રી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના નામનું અપમાન બદલ શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના સ્ટીકર તેમની ઓફિસની અંદર તથા બહાર લગાડવામાં આવ્યા

admin

Leave a Comment