આજવા ચોકડીથી ગોલ્ડન તરફ જતાં માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત થતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથધરી હતી.
વડોદરા શહેરના આજવા ચોકડીથી ગોલ્ડન તરફ જતાં માર્ગ પર એક દુખદ માર્ગ અકસ્માત થયો છે. ત્રણ યુવાનો એક જ બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે એક યુવક અચાનક બાઈક પરથી નીચે પડતા પાછળથી ફૂલ ઝડપે આવી રહેલી ટ્રકની નીચે આવી ગયો અને ઘટના સ્થળ પર જ તેનું કરૂણ મૃત્યુ થયું હતું.ઘટના બાદ બાઈક ચલાવતો યુવાન અને અન્ય સાથી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.ઘટનાને જોઈ આજુબાજુના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, ઘટનાસ્થળે પહોંચેલી ટીમે યુવાનને મૃત જાહેર કર્યો હતો.હવે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને બાઈકચાલક તથા અન્ય યુવકો અંગે જાણકારી મેળવવા પ્રયાસ કરી રહી છે. પોલીસે માર્ગ પરના CCTV ફૂટેજની પણ તપાસ હાથ ધરી છે.

