વડોદરા શહેર ના પ્રિય લક્ષ્મી મિલ એલેમ્બિક રોડ પાસે આવેલ એફસીઆઇ ગોડાઉન ખાતે કોન્ટ્રાક્ટ ના કામદારો ને પીએફના નાણાં નહીં મળતા કામદારો માં ભારે રોષ વ્યાપી ગયો હતો અને તંત્ર. વિરૂદ્ધ. ભારે સૂત્રોચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો અને કામદારોએ સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી.
વડોદરાના પ્રિય લક્ષ્મી મિલ રોડ ખાતે આવેલું fci ગોડાઉન ખાતે યુનિયનના હોદ્દેદારો દિનેશ ચૌહાણની આગેવાન હેઠળ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પીએફ ના નાણાં નહીં ચુકવવાના કારણે સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વહેલી તકે પીએફના નાણા ની ચુકવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અગામી દિવસોમાં કામદારો એ સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી. ફૂડ કમ્પેરેશન ઓફ ઈન્ડિયાના 25 થી વધુ કામદારો વર્ષ 1989 થી વર્ષ 2001 સુધીના કરારમાં કેઝ્યુઅલ લેબર તરીકે કામ કર્યું હતું. તે સમય દરમિયાન, સરકારના નિયમો અનુસાર, ભવિષ્ય નિધિનું ભથ્થું હતું આ બાબત માટે FCIને અને વડોદરાના કલેક્ટરને અરજી કરી હતી, જો કે આ બાબતે કોઈ માહિતી મળી નથી, જેના કારણે 25 થી વધુ એફસીઆઇ કામદાર યુનિયનના પ્રતિનિધિ અને કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓ સુક્રોચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો અને જો આગામી દિવસોમાં પીએફના નાણાં ચૂકવવામાં નહીં આવે તો કામદારો સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી..

