30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના મકરપુરા રોડ પરના એક ફ્લેટમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતી મહિલા અને એક યુવકને પોલીસે ઝડપી પાડયા

વડોદરા શહેરના મકરપુરા રોડ પરના એક ફ્લેટમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતી મહિલા અને એક યુવકને પોલીસે ઝડપી પાડયા છે.
ઓએનજીસીની સામે રિધ્ધિ એવેન્યૂ એપાર્ટમેન્ટમાં ડ્રગ્સનું વેચાણ થઇ રહ્યું હોવાની વિગતોને પગલે એસઓજીની ટીમે દરોડો પાડયો હતો.પોલીસે મમતાદેવી ઉર્ફે માયા સુરેન્દ્રભાઇ ભગત(મૂળ રહે.શિવશક્તિ નગર-૨,મકરપુરા ડેપો પાસે)ને ઝડપી પાડી હતી.

મહિલા સાથે ડ્રગ્સના વેચાણમાં મદદ કરતો પાર્થ વિષ્ણુભાઇ પટેલ(ગાયત્રીપાર્ક, તુલસીધામ સોસાયટી પાસે,માંજલપુર) પણ ફ્લેટમાંથી પકડાઇ ગયો હતો.પોલીસે રૃ.૫.૧૯ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ,બે મોબાઇલ અને ડિજિટલ વજનકાંટો કબજે કર્યા હતા.

પૂછપરછ દરમિયાન એમડી ડ્રગ્સ રતલામ પાસેના જાવરા ગામે રહેતો મજહરી નામનો શખ્સ સપ્લાય કરતો હોવાની વિગતો ખૂલી હતી.જેથી તેને વોન્ટેડ જાહેર કરી મોબાઇલ નંબરને આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે.

Related posts

ડોન બનવા નિકળેલા ચારેયએ કાન પકડવાનો વારો આવ્યો

admin

ડિજિટલ એરેસ્ટ થી ગભરાયેલા ખેડૂતનો આત્મહત્યા કરી હોવાનો મામલો

admin

વડોદરાના નિઝામપુરામાં યુવાનનો મળ્યો મૃતદેહ

admin

Leave a Comment