30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ફાજલપુર વિસ્તારમાં ફરી એકવાર દારૂનો મોટો જથ્થો પકડવામાં પોલીસને સફળતા મળી

વડોદરાના ફાજલપુર વિસ્તારમાં ફરી એકવાર દારૂનો મોટો જથ્થો પકડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી બે જણાને વોન્ટેડ જાહેર કર્યા છે.

ફાજલપુર તરફ દારૂનો મોટો જથ્થો સપ્લાય થનાર હોવાની વિગતોને પગલે નંદેસરી પોલીસની ટીમ દ્વારા વોચ રાખવામાં આવી હતી. જે દરમિયાન રજીસ્ટ્રેશન વગરના નવા જ ટેમ્પાનું ચેકિંગ કરતા અંદરથી બિયરના 1392 ટીન અને વિદેશી શરાબની 660 બોટલ મળી કુલ રુ 5.90 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પામાંથી સંજય મનુભાઈ પરમાર (દેહમી ગામે બહેનના ઘેર,બોરસદ મૂળ ઓડ ગામ આણંદ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ.13.95 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂના સપ્લાય કરનારની વિગતો મેળવવા તજવીજ હાથ ધરી છે. દારૂનો જથ્થો દેહમી ગામના મહેશ વિનોદભાઈ ગોહિલ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાની વિગતો મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Related posts

ડભોઇ વડોદરા વિભાગમાં આવતાં મધ્યપ્રદેશના ધાર સુધીની રેલવે લાઇનની કામગીરી પુરજોશમાં

admin

વડોદરા શહેરમાં આવેલ માંજલપુર વિસ્તારમાં શાળાની વધુ એક બેદરકારી સામે આવી

admin

વડોદરા DEO કચેરી દ્વારા પરીક્ષાના CCTV ફૂટેજની ચકાસણી શરુ કરવામાં આવી

admin

Leave a Comment