છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. અને છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી કવાંટ બોડેલી પાવીજેતપુર છોટાઉદેપુર સંખેડા આ છ તાલુકામાં અન્ન અને પુરવઠા વિભાગના ગોડાઉનો આવેલા છે. ત્યાં થી સસ્તા અનાજ સંચાલકોને અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવે છે. મહિનાના છેલ્લા દિવસો આવી ગયા છતાંય ખાંડનો જથ્થો અન્ન અને પુરવઠા વિભાગના ગોડાઉનોમાં હજુ સુધી ન આવતા સસ્તા અનાજ સંચાલકોને જથ્થો ન મળતા ગરીબ આદિવાસી સમાજના રેશનકાર્ડ ગ્રાહકોને બજાર માંથી મોંઘા ભાવની ખાંડ લેવા મજબૂર બન્યા છે.
હાલ બજારમાં 45 પ્રતિ કિલોનો ભાવ છે જ્યારે રેશનકાર્ડ ગ્રાહકોને 22 રૂપિયા કિલો ખાંડનો ભાવે મળે છે,
સરકાર આદિવાસી જિલ્લા માટે દર માસે ખાંડ એડવાન્સમાં અન્ન અને પુરવઠાના ગોડાઉનોમાં આપી દેતી હોય છે. પરંતુ ટેન્ડર પ્રક્રિયામાં વાંધો પડતાં સમગ્ર રાજ્યમાં ખાંડનો જથ્થો અન્ન અને પુરવઠા વિભાગના ગોડાઉનોમાં ન આવતા રેશનકાર્ડ ગ્રાહકોને મળ્યો નથી

