40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈમાં હાઈવા ટ્રકે વીજ પોલ -ખેંચી કાઢતાં વીજ પુરવઠો ખોરવાયો વીજ લાઇન તૂટી જતા તણખા ઝરતા અફડા તફડી મચી.

ડભોઈ શહેરના વકીલ બંગલા નજીક આજે ડામર રોડના કામ માટે કપચી ભરેલી હાઈવા ટ્રકના કારણે ગંભીર ઘટના સર્જાઈ હતી. હાઈવા ટ્રક દ્વારા વીજ વાયરો સાથે વીજ પોલ ખેંચાઈ જતા પોલ મૂળમાંથી જ ઉખડી પડયો હતો, જેના કારણે વિસ્તારમાં અચાનક અફરાતફરી મચી ગઈ હતી.ડભોઈના વકીલ બંગલાથી સરકારી દવાખાના તરફ જઈ રહેલી હાઈવા ટ્રક ડામર માર્ગ બનાવવા માટે કપચી લઈ જઈ રહી હતી. આ દરમિયાન ટ્રકનાઉપરના ભાગે વીજ કેબલો ફસાતા જીવંત વીજ લાઈન સાથેનો વીજ પોલ ખેંચાઈ ગયો હતો. પોલ જમીનમાંથી ઉખડી પડતા ભારે સ્પાર્કિંગ થયું હતું અને આગના તણખા ઉડતા લોકોમાં ભય ફેલાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ જીવ બચાવવા દોડધામ મચાવી દીધી હતી.

Related posts

આમ આદમી પાર્ટી દ્વારા મેડીકલ કોલેજની ફીમાં કમરતોડ વધારો કર્યો તેના વિરોધમાં પદયાત્રા કાઢવામાં આવી

admin

વડોદરા અકોટા વિસ્તારમાં પૂરની સહાય ના મળતા વડોદરા વિકાસ સેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

admin

વડોદરા શહેરમાં યોજાશે દર વર્ષેની જેમ આ વર્ષ પણ ભગવાન શ્રી પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા

admin

Leave a Comment