33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

ડભોઈમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી માટેની APMCના ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ

ડભોઇમાં નવરાત્રી મહોત્સવ ને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહેલ છે.ડભોઈ નગર કોટ વિસ્તાર બહાર આવેલ ખેતીવાડી બજાર સમિતિના ગ્રાઉન્ડ પર ભવ્ય ગરબા યોજવામાં આવનાર હોવાનું મુખ્ય આયોજક તરફ થી જણાવવામાં આવેલ છે.નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે બજાર સમિતિના મેદાનમાં માં ગઢભવાની દર્ભાવતિ કલ્ચરલ ગૃપ આયોજિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે ડભોઇ ના

ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) ભાવેશભાઈ પટેલ નડા ડભોઇ નગરપાલિકાના પ્રમુખબિરેન શાહ વિશાલભાઈ શાહ સોનલબેન કિશોરભાઈ સોલંકી તેમજ મુખ્ય આયોજકો અને મુખ્ય સલાહકાર સમિતિ, મહિલા સલાહકાર સમિતિ સહિત વિવિધ સમિતિઓ ની રચના કરવામાં આવી હતી.
માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચર ગૃપ ઘ્વારા બજાર સમિતિ ના મેદાન ખાતે મંડપ, રંગ બે રંગી લાઈટિંગ ડેકોરેશન,બેઠક વ્યવસ્થા સહિત ખૈલેય્યાઓ માટે સુંદર ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે.જ્યારે વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા પણ કરાઈ છે. આમ નવલી નવરાત્રી નું ઉજવણી માટે ની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

Related posts

વિજય રૂપાણીએ જમીન પ્રકરણ અંગે કોંગ્રેસના નેતાઓ સામે કરેલા દાવા મામલે સુખરામ રાઠવાની પ્રેસ કોન્ફરન્સ

admin

જનઆક્રોશ પગલે પોલીસે વહેલી સવારે જ રી-કન્સ્ટ્રકશન કરી નાખ્યું

admin

વડોદરા અલકાપુરી ઘરનાળા પાસે બે થી ત્રણ ઈસમો દ્વારા મહેશ પ્રજાપતિ ચપ્પુ ના ઘા મારી ફરાર

admin

Leave a Comment