Genius Daily News
Uncategorized

ભાયલી માં બનેલ દુષ્કર્મની ઘટના બાબતે વડોદરા ગ્રામ્ય પોલીસની પત્રકાર પરિષદ…

વડોદરા શહેરમાં અપાર ઉત્સાહ સાથે નવરાત્રિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે સગીરા ઉપર મોડીરાત્રે ભાયલી વિસ્તારમાં ગેંગરેપ ઘટના બનતા સનસનાટી મચી ગઈ છે. તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ઘટનાસ્થળ પાસેથી તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળી આવ્યા છે. જે પોલીસે કબ્જે કરી હવસખોરોની શોધખોળ હાથ ધરી છે.
વડોદરાના એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે, ગઈકાલે મોડીરાત્રે દુષ્કર્મની ઘટના બની હતી. પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. પીડિતા તેના બાળપણના મિત્રને રાત્રે 11.30 વાગ્યે મળી હતી. ત્યાંથી ભેગા થઈને બન્ને ભાયલી વિસ્તારમાં સનસિટી સોસાયટી છે તેની આજુબાજુમાં વાત કરવા માટે ગયા હતા. 12 વાગ્યાના અરસામાં બે બાઈક પર પાંચ લોકો આવ્યા હતા. જેમાં એક બાઈક પર બે જણા અને બીજી બાઈક પર ત્રણ શખસ હતા. આ પાંચેય શખસોએ પહેલા અભદ્ર શબ્દોમાં વાત કરી હતી. જેનો પ્રતિકાર પીડિતા અને તેનો મિત્ર કરતો હતો. આમાંથી બે લોકો પહેલા નીકળી ગયા હતા. બાકીના ત્રણમાંથી એક શખસે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો હતો અને બે શખસે પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું. પછી આ લોકો ત્યાંથી નિકળી ગયા હતા. પીડિતા પછી સંતુલિત થઈ મિત્ર સાથે પોલીસને જાણ કરી તો તે પણ ત્યાં પહોંચી. ઘટનાસ્થળને પહેલા કોર્ડન કરવામાં આવ્યું છે. સ્થળ પરથી ઘણા બધા પૂરાવા મળી ગયા છે. આ જગ્યા પર ઘણું અંધારૂ હતું. દિવસમાં પણ ઘણો અવવારૂ વિસ્તાર જોવા મળે છે.

Related posts

ગોંડલથી સુરત જઈ રહેલી મમરા ભરેલી આઇસર ટ્રક ધન્યાવવી ચોકડી પાસે પલટી ખાઈ ગઈ

admin

વડોદરા મહાનગરપાલિકા જિલ્લા વહીવટી તંત્ર વડોદરાના સંયુક્ત ઉપક્રમે આયોજિતસેવા સેતુ -2024 નો દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનનો ખાતે રાખવામાં આવ્યો હતો

admin

admin

Leave a Comment