27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

ખાનગી પ્રાથમિક શાળાઓના સંચાલકો ફાયર સેફ્ટીના સાધનો ના લગાવતા દંડ ફટકાર્યો

છોટાઉદેપુર જિલ્લાના 4 તાલુકાઓમાં 18 જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ ના સંચાલકો ફાયર સેફ્ટી ના સાધનો ના લગાવતા દરેક શાળા ને 10 હજાર નો દંડ ફટકાર્યો અને 7 દિવસ માં ચલણ થી નાણા ભરી તેની પાવતી જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી માં જમા કરાવવા આદેશ કર્યો

છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી સંખેડા બોડેલી અને છોટાઉદેપુર તાલુકામાં 18 જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે આ શાળા ના સંચાલકો ને બાળકો ની સુરક્ષા માટે ફાયર એન ઓ સી ના સાધનો લાવવા માટે અનેક વાર સૂચનો આપવામાં આવ્યા હતા પરંતુ પ્રાથમિક શાળા ના સંચાલકો મનમાની કરીને જિલ્લા શિક્ષણ અધિકારી ના આદેશ નું પાલન ના કરતા જિલ્લા શિક્ષણ અધિકારી એ નસવાડી તાલુકાની 2 શાળા તેમજ સંખેડા તાલુકાની 4 શાળા તેમજ છોટાઉદેપુર તાલુકાની 5 શાળા તેમજ બોડેલી તાલુકાની 7 શાળા આમ કુલ 18 ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે અને તેમાં ફાયર એન ઓ સી સંસ્થા ના સંચાલકો ના લગાવતા જિલ્લા શિક્ષણ અધિકારી એ તમામ શાળા ના આચર્યો ને એક શાળા દીઠ 10 હજાર નો દંડ ભરવા માટે સૂચના આપી છે અને દંડ ભરી ને ચલણ છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ની કચેરી માં જમા કરાવવા માટે ફરમાન કરતા હાલ તો ખાનગી શાળા સંચાલકો માં ફફડાટ વ્યાપી ગયો છે જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી દ્વારા અગાઉ અનેક વાર ખાનગી પ્રાથમિક શાળાઓને ફાયર સેફ્ટી ની સુવિધા ઉભી કરવાની સૂચના આપવા છતાંય જિલ્લા શિક્ષણ અધિકારી ના આદેશ નું પાલન કરતા ના હતા જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી એ આકરાં પગલા ભર્યા છે હાલ તો જિલ્લા શિક્ષણ અધિકારી ના આ સપાટા થી ખાનગી શાળા સંચાલકો માં ફફડાટ વ્યાપી ગયો છે

Related posts

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ સરકારી વિનયન કોલેજ ખાતે એક દિવસીય સેમિનાર યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા

admin

છોટાઉદેપુરના ક્ષતિગ્રસ્ત માર્ગો અને પુલોના મરામતની વિગતો મેળતા પ્રભારી મંત્રી ભીખુસિંહ

admin

છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ સાથે જિલ્લા સંકલનની બેઠક યોજાઇ

admin

Leave a Comment