27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્મશાનના ખાનગીકરણનો વિરોધ ! છાણી ગામના બજાર સજ્જડ બંધ !

વડોદરાના છાણી ગામના ગ્રામજનોએ સ્મશાનમાં કોન્ટ્રાક્ટ પ્રથા લાદવાના મહાનગર પાલિકાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા 40 વર્ષથી એક ખાનગી ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક અથવા ઓછા ખર્ચે ચાલતું સ્મશાન હવે ખાનગી કંપનીને સોપાશે, જેનાથી સેવાઓના ચાર્જ વસૂલાય તેવી આશંકા છે. આ નિર્ણય સામે ગામલોકો અને વેપારીઓએ છાણી બજાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું છે કે અંતિમ સંસ્કાર પવિત્ર છે, તેને નફા-નુકસાનીના ધંધામાં ફેરવવું અનુચિત છે. ગામલોકોની માંગ છે કે જૂના ટ્રસ્ટને ફરીથી સ્મશાનનું સંચાલન સોંપવામાં આવે અને કોન્ટ્રાક્ટ પ્રથા તાત્કાલિક રદ કરવામાં આવે!

Related posts

બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ તેમજ બરોડા પબ્લિક સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે આજરોજ ચેરિટી કાર્યક્રમ

admin

સાવલીમાં કુપોષિત સગર્ભાઓને પોષણતત્વ આહાર કીટનું વિતરણ

admin

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે માંજલપુર ખાતે રેઇન વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ખાતમુહૂર્ત

admin

Leave a Comment