Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓ બાબતે જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર

આમ આદમી પાર્ટીના કિસાન સેલ દ્વારા ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓ બાબતે જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરામાં આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ કિસાન સેલ જિલ્લા ટીમ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્ને જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આગેવાનોનું કેહવું છે કે, સરકારના નાણા વિભાગ એ વિદેશી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વીરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે.ભારતમાં કપાસનું ઉત્પાદન કરતી કુલ જરૂરિયાત કરતાં થોડુંક વધારે થાય છે.આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતા વધારે કપાસનું ઉત્પાદન થાય છે.ત્યારે વિદેશથી વેરા મુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવામાં આવી છે ભારતના અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે આ નિર્ણય મરણતોલ ઘા સમાન હોવાના આક્ષેપો સાથે સરકાર ખેડૂતોના હિતમાં પોતાનો નિર્ણય રદ કરે તેવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

વડોદરા શહેરમાં શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓની ચોથા દિવસે પણ ધારણા યથાવત

admin

નર્સને લગ્ન ની લાલચ આપી દુષ્કર્મ

admin

માંજલપુર અલવાનાકા કોતર તલાવડી વિસ્તારમાં અસંખ્ય ખાડાઓનું સામ્રાજ્ય..

admin

Leave a Comment