વિદ્યાર્થીઓને પડતી વિવિધ હાલાકી પ્રશ્ન આજરોજ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા પોલીટેકનિક ખાતે વિરોધ પ્રદર્શન સાથે સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી.
વિશ્વ વિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે આજે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓને કેટલીક પાયાની સુવિધા મળતી નથી. કોમ્પ્યુટર લેબની અછત છે. ફેકલ્ટીમાં ઠેર ઠેર કચરાઓના ઢગ પડ્યા છે. ક્લાસરૂમમાં પણ કચરો પડેલો છે. વિદ્યાર્થીઓ દ્વારા પણ અગાઉ ફોટા પાડીને આ સમગ્ર બાબત અંગે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા આજે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇના પ્રમુખ અમર વાઘેલા ની આગેવાની હેઠળ વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા ભારે સૂત્રોચાર કરી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

