વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા વાણિયા શેરીમાં ભાડુઆત દ્વારા રેસિડેન્સિયલ એરિયામાં જબરજસ્તી થી કોમર્શિયલ પ્રવૃત્તિઓ કરાતી હોવા મુદ્દે સ્થાનિકો દ્વારા પોલીસ કમિશનર તથા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજૂઆત
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા વાણિયા શેરીમાં છેલ્લા બે વર્ષથી રૂપેશ વસંતભાઈ પટેલના મકાનમાં નિખિલ પટેલ ભાડુઆત તરીકે રહે છે. આ વાણિયાશેરી રહેણાંક વિસ્તારમાં આવે છે પરંતુ અહીં ભાડેથી રહેતો નિખિલ પટેલ નામનો ભાડુઆત ઘરની જગ્યાએ મનફાવે તે સમયે બહાર રસોડું બનાવી કોમર્શિયલ પ્રવૃત્તિ કરતો હોય છે. ઘણીવાર દિવસે બે વાગ્યે તથા મોડી રાત સુધી આ પ્રવૃત્તિ કરતો હોય છે જેના કારણે સ્થાનિકોને પોતાના વાહનો મૂકવામાં તથા રાત્રે પણ ઘોંઘાટ થતો હોવા થી તકલીફ પડી રહી છે તદ્પરાંત બહાર રસોડું કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થાય છે.જ્યારે પણ સ્થાનિકો આ બાબતે કહેવા જાય ત્યારે માથાભારે ભાડુઆત ધમકી આપે છે અને બળજબરીથી પોતાની મનમાની ચલાવી રહ્યો છે.સ્થાનિકોએ મકાન માલિક ને પણ વાત કરી હતી પરંતુ મકાન માલિકને ભાડા સાથે મતલબ હોય તેમણે પણ સ્થાનિકોની રજૂઆત ધ્યાને લીધી ન હતી.સ્થાનિકો દ્વારા કાળુપુરા પોલીસ સ્ટેશનમાં પુરાવા સાથે અરજી આપી હતી તેમ છતાં સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી સાથે જ આ બાબતે સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા ગયા હતા પરંતુ ત્રણ થી ચાર વખત ધક્કા ખાવા પડ્યા હતા છેવટે સ્થાનિકો દ્વારા આજરોજ શહેર પોલીસ કમિશનર ને પુરાવા સાથે રજૂઆત કરી આ ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ કરવાની રજૂઆત કરવામાં આવી હતી.

