37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ પોહોચ્યાં ! મળવા અગ્રણી કાર્યકરો ઉમટયા !

વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનું આગમન થયું હતું. જ્યાં કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરાયા બાદ તેઓ આણંદ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા માટે રવાના થયા હતા.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીનું વડોદરા એરપોર્ટ પર આગમન થયું હતું.જ્યાં કોંગ્રેસ આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત બાદ બાય રોડ આણંદ જવા રવાના થયા હતા.આણંદ ખાતે યોજાનાર સંગઠન સૃજન અભિયાન અંતર્ગત નવનિયુક્ત જિલ્લા પ્રમુખો પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમમાં ભાગ લેશે.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ શિબિરની શરૂઆત થશે.ગુજરાતના દૂધ સંઘો સાથે જોડાયેલા સભાસદો સાથે આણંદ ખાતે તેઓના તમામ પ્રશ્નો અને ન્યાય માટે રાહુલ ગાંધી સાથે વિશેષ સંવાદ કરશે. રાહુલ ગાંધી એરપોર્ટ પર ઉતાર્યા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ટૂંકી મુલાકાત લીધી હતી.

Related posts

બરોડા ડેરીની મેરાકૂવા દૂધ મંડળીના પાંચ મૃત સભાસદોના બેંક ખાતામાંથી ૩૯.૯૨ લાખની ઉચાપત

admin

વડોદરા કોર્પોરેશનની બજેટ બેઠકમાં હોબાળો, કોંગ્રેસના સાત સભ્યો સસ્પેન્ડ બાદ બજેટ બહુમતીથી મંજૂર

admin

ડભોઈ તાલુકામાં જંગલી ભૂંડોનો આતંક પાક બચાવવા ખેડૂતો સાડી અને તારની વાડનો સહારો સરકાર નક્કર પગલાં લે તેવી માંગ

admin

Leave a Comment