43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સમસ્ત સરગરા સમાજ યુવા એકતા મંડળ દ્વારા હોળી ના પર્વ નિમિત્તે રાજસ્થાની ગેર નૃત્ય

રાજસ્થાનમાં હોળી-ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ હોઈ વડોદરા શહેરમાં છેલ્લાં 120 વર્ષ ઉપરાંતથી વસતા સમસ્ત સરગરા સમાજ યુવા એકતા મંડળ દ્વારા હોળી ના પર્વ નિમિત્તે રાજસ્થાની ગેર નૃત્ય નું આયોજન સમુદાયના લોકોએ ગેર નૃત્ય દ્વારા પરંપરાગત હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.

દેશ ભરમાં હોળી-ધુળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.હોળી-ધુળેટી પર્વની વિશેષતા એ રહી છે કે સમાજના તમામ વર્ગો એક સરખા ઉલ્લાસથી એકતાના રંગમાં રંગાઈ જાય છે.અને એમાંય ખાસ કરીને રાજસ્થાનમાં હોળી-ધુળેટી પર્વનું વિશેષ મહત્વ હોઈ વડોદરામાં રહેતાં રાજસ્થાની સરગરા મારવાડી સમુદાયે ગેરનૃત્ય દ્વારા પરંપરાગત રંગોનો પર્વ હોળી-ધુળેટી મનાવ્યો હતો.અત્રે,ઉલ્લેખનિય છે.કે,ભાતિગળ ભારતમાં ઉત્સવોની પણ અનેક વિવિધતા જોવા મળે છે.પણ કહેવત છે કે બાર ગાઉ બોલી બદલાય પણ ભારત દેશમાં ઉત્સવોનો ઉમંગ એક સરખોજ રહ્યો છે.અબાલ વૃદ્ધ ,હોઈ કે નવ યુવાન યુવક,યુવતીઓ હોઈ કે પછી નાનાં બાળકો હોઈ સૌને હોળી-ધુળેટી પર્વનો ઉમંગ એક સરખોજ જોવા મળે છે.એવામાં તો ખાસ કરીને રાજસ્થાનીઓ માટે હોળી-ધૂળેટીનો રંગોત્સવ પ્રદેશની એક આગવી ઓળખ બની ગયો છે.વતન થી દુર હોઈ છતાં રાજસ્થાનીઓ પરંપરાગત રીતે પર્વ મનાવે છે.ત્યારે,આવોજ એક હોળી-ધુળેટી પર્વનો પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ વડોદરા શહેરમાં જોવા મળ્યો હતો.શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા મારવાડી મહોલ્લામાં છેલ્લા 100 થી 120વર્ષ પૂર્વે વસેલા રાજસ્થાની ક્ષત્રિય સરગરા મારવાડી સમુદાયના લોકોએ હોળી પ્રગટાવ્યા બાદ વિશેષ પૂજા અર્ચના કરી સમાજની મહિલાઓએ મારવાડી ગીત અને પુરુષોએ મારવાડી નૃત્ય દ્વારા વડોદરામાં રાજસ્થાની સંસ્કૃતિ ઉજાગર કરી હતી.ગેરનૃત્ય માટે જાણીતા રાજસ્થાની સમાજનું લાઠી રાસ નૃત્ય અને તે પણ ઢોલ,થાળીના તાલે અનોખી ભાત ઉપસાવે છે.વડોદરાના રાજસ્થાની સરગરા મારવાડી સમાજના લોકોએ ભારે ઉમંગ અને ઉત્સાહભેર ગેરનૃત્ય દ્વારા હોળી-ધુળેટી પર્વની પરંપરાગત ઉજવણી કરી હતી.

Related posts

વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિનભાઈ.ડી.પટેલનું દુઃખદ અવસાન

admin

વડોદરા પાલિકામાં બોગસ બર્થ સર્ટિફિકેટનો સિલસિલો હજી પણ યથાવત

admin

ભારતના ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરમાં છેલા ત્રણ વર્ષથી ચાલી રહેલ હિંસા મામલે બેનરો સાથે દેખાવો

admin

Leave a Comment