આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ ડિવીઝન,છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા હથીયાર સબંધી ગુના તથા એ.ટી.એસ ના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પો.સ્ટે.નાઓ સ્ટાફના માણસો સાથે રંગપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે બાલાવાંટ ગામે રહેતા જંન્દુભાઇ જાનીયાભાઇ રાઠવા નાનો દેશીહાથ બનાવટની એક નાળી વાળી બારબોરની બંદુક ગેર કાયદેસરની વગર લાયસન્ સની પોતાના કબજા ભોગવટાના દુકાનવાળા મકાનમાં સંતાડી રાખેલ છે તેવી મળેલ ચોકકસ બાતમી હકિકત આધારે સદરીના દુકાનવાળા મકાનમાં ઝડતી તપાસ કરતા સદરીના દુકાનવાળા મકાનમાં એક ફ્રીજ પાછળ સંતાળી રાખેલ વગરપાસ પરવાનાની એક દેશીહાથ બનાવટની એક નાળીવાળી બાર બોરની બંદુક નંગ-૦૧ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા બાર બોરની બંદુકના કાર્ટીઝ નંગ-૩ કિ.રુ.૬૦૦/- મળી કુલ કિંમત રુપિયા.૧૫,૬૦૦/- નો મુદ્દામાલ રાખી ઘરે હાજર મળી આવતા તેના વિરુધ્ધમાં ધી આર્મ એકટ કલમ ૨૫ (૧-બી),(એ) મુજબ ગુનો રજી કરી આરોપી જન્દુભાઇ જાનીયાભાઇ રાઠવા રહે.બાલાવાંટ તા.જી. છોટાઉદેપુરનાઓને અટક કરી બંદુક તથા કાર્ટીઝ લાવવા બાબતે પુછપરછ કરતાં સદર બંદુક તથા કાર્ટીઝ તેણે બંટી ઉફૅ મનીષ ઇલ્બટૅ ભુરીયા રહે.પુનીયાવાંટ તા.કઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) નાઓની પાસેથી વેચાતી લીધેલ હોય જેથી તેને સોધી કાઢવા ચક્રો ગતીમાન કરી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

