Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

રેશનકાર્ડ કેવાયસી સોફ્ટવેરે ના ચાલતા અરજદારોને ધક્કા ખાવાનો વારો


પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં રેશનકાર્ડમાં કેવાયસીની કામગીરી ચાલતી હોય જેને લક્ષીને દૂર દૂર થી અરજદારો કેવાયસી કરાવવા આવતા હોય છે. પરંતુ આજ સવારથી જ કેવાયસી સોફ્ટવેર ન ચાલતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા. પુરવઠા વિભાગની બહાર લાંબી લાઈન લાગી હતી.

જેતપુર પાવીએ એક આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અને તાલુકામાં ખુબ અંતરયાર્ડ ગામો આવેલા છે. આવા અંતર યાર્ડ ગામો માંથી આદિવાસી પ્રજા ભાડા ખર્ચીને તાલુકા મથક સુધી આવે છે. અરજદાર પોતાનો કામ-ધંધો છોડી દૂર દૂર થી ભાડા ખર્ચીને આવતા હોય અને સોફટવેર ન ચાલવાના કારણે પાછા જવાના વારા આવે છે.

રિપોર્ટર : વિમલ રાઠવા, જેતપુર પાવી

Related posts

આજથી શરૂ થનાર ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ ના પરિક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી પરિક્ષા ખંડમાં પ્રવેશ કરાયો.

admin

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી APMC ખાતે ટ્રેકટરમાં સહાય આપવા માટેનો કાર્યક્રમ જિલ્લાના ત્રણેય ઘરાસભ્યોની ઉપસ્થિતિમાં યોજાયો

admin

છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરિક્ષકો દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ બનવા માટે ઈચ્છતા ઉમેદવારો પાસે ઉમેદવારી પત્ર સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી

admin

Leave a Comment