40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

વડોદરામાં કાળુપુરા વિસ્તારમાં આવેલ લિંગાયતના ખાંચામાં રહેતા રહીશો ગટરનું મિશ્રિત પાણી પીવા માટે મજબૂર

વડોદરા મહાનગરપાલિકા પ્રજાના સુખાકારી માટે કામ કરવા કટિબદ્ધ છે પ્રજાને પ્રાથમિક સુવિધા આપવી પ્રથમ પ્રાથમિકતા બને છે ત્યારે વડોદરાના કાળુપુરા વિસ્તારમાં આવેલ લિંગાયતના ખાતામાં છેલ્લા ત્રણ વર્ષથી લોકો પીવાના પાણી માટે મલકામ આવી જાય છે જેનું મુખ્ય કારણ પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી મિશ્રિત થતા પીવાના પાણીમાં તીવ્ર દુર્ગંધ આવી રહી છે. સ્થાનિક કાઉન્સિલરોને આ મામલે જણાવતા અવારનવાર આ જગ્યાનું સમારકામ કરવામાં આવે છે તેમ છતાં સ્થિતિ યથાવત જોવા મળે છે કોઈ કાયમી ધોરણે નિરાકરણ આવ્યું નથી તેથી વિસ્તારના લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા મોકલવામાં આવેલ પાલિકાના કર્મચારીઓ ગલ્લા કલ્લા કરી કામ પૂર્ણ થયાની ચોકસાઈ કરે છે પણ જ્યારે પીવાના પાણીનો સમય આવે છે ત્યારે સ્થિતિ જેશે થે જોવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 14 માં કાળુપુરા વિસ્તારમાં આવેલ લિંગાયતના ખાચો પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી નો વિસ્તાર છે ત્યારે આ વિસ્તારમાં ફક્ત જાગૃત કાઉન્સિલર સચિન પાટડીયા કામ કરી રહ્યા છે બાકીના ત્રણ કાઉન્સિલરો વિસ્તારમાં ફરકતા નથી તેવી રીતનો સ્થાનિકોનો આક્ષેપ છે કેટલી વહેલી તકે તેઓનું કામ પૂર્ણ થશે અને ક્યારે તેમને શુદ્ધ પીવાનું પાણી મળશે તે જોવાનું રહ્યું.

Related posts

Safest Online Gaming Websites: A Comprehensive Guide

admin

નાણા પરત બાબતેની ડ્રાઈવ દરમ્યાન કુલ-૧૪ ભોગ બનનારના કુલ.૯,૪૫,૧૩૮/-રૂપિયા અરજદારોના ખાતામાં નાણા પરત કરાયા કુલ-૧૪ અરજીની કાર્યવાહી કરતી સાયબર ક્રાઇમ પોલીસ છોટાઉદેપુર

admin

ડભોઇ પાસે આવેલા વેગા ગામ ખાતે ઐતિહાસિક અને કોમી એકતાના પ્રતીક હજરત બાલે પીર બાવાના 588 વૉ ઉર્સ શરીફ મનાવવામાં આવ્યો

admin

Leave a Comment