ડભોઇ છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓના કારણે ડભોઇના પેટ્રોલ પંપો પર જે ભારે ભીડ જોવા મળી હતી, તેમાં આજે સવારથી મોટો ઘટાડો જોવા મળ્યો છેહાલમાં શહેરના તમામ પેટ્રોલ પંપો પર સ્થિતિ સામાન્ય છે અને પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
શું હતી સમગ્ર ઘટના છેલ્લા 48 કલાકથી સોશિયલ મીડિયામાં એવી અફવાઓ વહેતી થઈ હતી કે યુદ્ધની પરિસ્થિતિને કારણે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાશે. આ ડરને કારણે ડભોઇના નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યા હતા.
જેના કારણે કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી હતી.તંત્ર અને સરકારની સ્પષ્ટતા
સ્થિતિને કાબૂમાં લેવા માટે પેટ્રોલિયમ મંત્રાલય અને સરકારના મંત્રીઓ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે:
ગુજરાત સહિત દેશમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.પુરવઠામાં કોઈ પણ પ્રકારનો કાપ કે અછત સર્જાય તેવી કોઈ શક્યતા નથી.નાગરિકોએ સોશિયલ મીડિયાની પાયાવિહોણી અફવાઓથી દૂર રહેવું.
આજની સ્થિતિ સરકારની સ્પષ્ટતા અને સમજાવટ બાદ આજે સવારથી જ ડભોઇના દરેક પેટ્રોલ પંપ પર ભીડ ઓછી થઈ ગઈ છે. પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર, હવે ઈંધણનો પૂરતો સ્ટોક છે અને વાહનચાલકો કોઈપણ મુશ્કેલી વગર પેટ્રોલ-ડીઝલ ભરાવી રહ્યા છે. લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે

