40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં સૈડીવાસણ ગામે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો

   ૧૩૮- પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં કવાંટ તાલુકાના સૈડીવાસણ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવા સેતુના કાર્યક્રમનું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરાયું હતું.  આ કાર્યક્રમમાં જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે,  આ ''સેવાસેતુ'' કાર્યક્રમમાં પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થળ પર જ આવકના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ, મા-વાત્સવલ્ય કાર્ડ, મા અમૃત્તમકાર્ડની અરજીઓનો સ્વીકાર, સીનીયર સીટીઝન પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય જેવી અરજીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને સરકારે પ્રજાલક્ષી લાભો સીધે-સીધા સ્થળ પર જ મળી રહે તથા સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

 આ કાર્યક્રમમાં ૧૩૮- પાવીજેતપુર વિધાનસભાના  ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ મિલન ભાઈ રાઠવા, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમલીકરણ વિભાગોના અધિકારીઓ/કર્મચારીઓએ ફરજ બજાવી અને સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

દારૂનાશની કાર્યવાહી દરમ્યાન ચાર વ્યક્તિઓ દારૂ સંતાડી લઈ જવાના પ્રયાસ કરતાં ઝડપાયા

admin

૧૩૮ જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્યશ્રી જયંતીભાઈ રાઠવાની સરકારમાં રજૂઆતને પગલે નવીન રસ્તા સ્લેપડ્રેન બ્રિજને લીલી ઝડી

admin

છોટાઉદેપુર નગર પાલિકા ખાતે આધાર કાર્ડ રેશન કાર્ડ માટે E-KYC કેમ્પ યોજાયો હતો મોટી સંખ્યામાં નગરજનોએ કેમ્પનો લાભ લીધો

admin

Leave a Comment