SCC computer class તરફથી કોમ્પ્યુટર વિશેની પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે કરવામાં આવેલ છે. જેમાં ત્રણ કલાકમાં ત્રણ પેપર સોલ્વ કરવાના હોય છે. જે બોર્ડ સિસ્ટમ ઓએમઆર શીટ દ્વારા લેવામાં આવે છે. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ વધારવા માટે સતત સાતમાં વર્ષે આ પરીક્ષા નું આયોજન કરેલ છે. વિદ્યાર્થીઓની સારી ગ્રેડ આવે તે માટે કમ્પ્યુટર વિષય ની ખુબ જ સરસ રીતે તૈયારી કરવામાં આવેલ છે.
જેમાં ગુજરાતી મીડીયમ અને ઇંગ્લિશ મીડિયમ ના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આ પરીક્ષામાં ભાગ લે છે આ પરીક્ષા નિશુલ્ક છે.
Ex. મેયર નિલેશભાઈ રાઠોડ ના હાથે વિદ્યાર્થીઓને પેનનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ પરીક્ષા લેવામાં મંગેશ સર નો ખુબ ખુબ આભાર રહેશે જેમને આ શાળામાં પરીક્ષા આપવા માટેની વ્યવસ્થા કરી આપેલ છે..

