37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાના શંકરપુરા ગામે આવેલી આંગણવાડી નું મકાન છેલ્લા દોઢ વર્ષથી જર્જરિત

ડભોઇ તાલુકાના શંકરપુરા ગામે આવેલી આંગણવાડી નું મકાન છેલ્લા દોઢ વર્ષથી જર્જરિત ઈમારત કોઈનો ભોગ લેવાની રાહમાં..! આઈ સી ડી એસ તંત્ર પણ ઉદાસીન નાના ભૂલકાઓનું શું…..

જર્જરિત હાલતમાં આંગણવાડી ઉપરના પતરા પણ ઉડી ગયા છે અને મકાનનો કેટલોક ભાગ જીવલેણ બને તેવી દહેશત, નવી આંગણવાડી બનાવવા માંગ ઉઠી છે. ડભોઇ તાલુકાના શંકરપુરા ગામે આવેલ આંગણવાડી છેલ્લા દોઢ વર્ષથી મકાનના પતરા ઉડી ગયા છે અને દિવાલ નો કેટલોક ભાગ જર્જરિત બનતાં બાજુના સ્ટોર રૂમમાં બાળકોને બેસાડવામાં આવે છે પરંતુ સ્ટોર રૂમ પણ એવી જ હાલતમાં હોય ભૂલકાઓ ના માથે સંકળ તોળાઈ રહ્યું છે, તંત્ર પણ કોઈ હોનારતની રાહ જોઈને બેઠું હોય તેમ આ મામલે દુર્લક્ષ સેવતુ હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે…, આઇસીડીએસ અધિકારીને લેખિત અને મૌખિક વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી બે ધ્યાન રહ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે… નાના ફુલ જેવા ભૂલકાઓ માથે સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે કોઈ અનિચ્છનિય બનાવ બને તે પહેલાં જર્જરિત આંગણવાડી નું મકાન નો ભાગ ઉતારી લઈ નવીન આગણવાડી બનાવવા ગ્રામજનોની માંગ ઉઠી છે.

Related posts

ડભોઇ થી બોડેલી છુછાપુરા રેલવે સ્ટેશન પર મુસાફરોનો જીવ જોખમમાં: પ્લેટફોર્મના અભાવે ટ્રેનમાંથી કૂદવા મજબૂર

admin

શ્રાવણ માસનો અંતિમ દિન શનિશ્ર્ચરી અમાસની નિમિતે નર્મદા કિનારાના તીર્થક્ષેત્ર ચાંદોદ-કરનાળી ખાતે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

admin

બરોડા સિટીઝન્સ કાઉન્સિલ સંસ્થાના ૨૦૦ જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું.

admin

Leave a Comment