37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માંજલપુર નાં કબીર કોમ્પલેક્ષ સોસાયટી નાં ભાવિભક્ત પાર્થ પટેલ દ્વારા અક્ષત માંથી બનાવેલ શ્રીજી પ્રતિમા

વડોદરા , મકરપુરા રોડ ખાતે આવેલ કબીર કોમ્પલેક્ષ સોસાયટી નાં ભાવિ ભક્ત પાર્થ પટેલ દ્વારા ઘર માં જ છેલ્લા ૯ વર્ષ થી શ્રીજી ની પ્રિય સામગ્રી જેવી કે સિંદૂર , હળદર, ઘઉં , સોપારી , ગોળ , ડ્રાઈફ્રૂટ , ગુલાલ , કંકુ થી શ્રીજી ની પ્રતિમા બનાવવામાં આવે છે. આ વર્ષે અક્ષત (ચોખા) થી ભગવાન શ્રીજી ની પ્રતિમા બનાવવામાં આવી છે. આ પ્રતિમા ૧૦૦% ઇકો ફ્રેન્ડલી છે જેમાં કોઈ પણ પ્રકાર નાં કેમિકલ નો ઉપયોગ કરવામાં નથી આવ્યો. ડેકોરેશન માં પણ કોઈ પણ જગ્યા એ પ્લાસ્ટિક કે થર્મોકોલ નો ઉપયોગ નથી કરવામાં આવ્યો. માત્ર પર્યાવરણ ને ધ્યાન માં રાખી ને જ ડેકોરેશન બનાવવામાં આવ્યું છે જેમાં લાકડું , પૂઠું , કાગળ , માટી ,ઘઉં અને પાણી નો ઉપયોગ કરી ને ડેકોરેશન કરવામાં આવ્યું છે.
આ ડેકોરેશન અન્ન નાં મહત્વ ની થીમ પર આધારિત છે જેમાં માતા અન્નપૂર્ણા કે જે અન્ન ની દેવી છે એમના દ્વારા આશીર્વાદ રૂપી અન્ન પ્રદાન કરવામાં આવે છે જે તસવીર માં જોઈ શકાય છે. અને એજ અનાજ (ઘઉં) નાં ઢગલાં માં ભગવાન શ્રીજી ની પ્રતિમા કે જે અક્ષત થી બનાવેલ હતી એ મૂકવામાં આવી છે. એનું તાત્પર્ય એજ છે કે અન્ન માં ઈશ્વર નો વાસ હોય છે. માતા અન્નપૂર્ણા પછી કિસાન ને અન્ન નો દાતા કહેવામાં આવે છે એટલે ડેકોરેશન માં હળ વડે જમીન ખેડતો અને અન્ન પેદા કરતો કિસાન દર્શાવેલ છે. આધુનિક પદ્ધતિ વાળા ટ્રેકટર નો તેમજ ગાડાં નો પણ ઉપયોગ કિસાન દ્વારા કરવામાં આવે છે એટલે ખેતી લક્ષી સામાન વાળુ નાનકડું ગામ આ થીમ માં દર્શાવેલ છે.

ડેકોરેશન થીમ નો મુખ્ય ઉદ્દેશ :
અન્ન ની દેવી માતા અન્નપૂર્ણા ની કૃપા થી અને ખેડૂત ની મહેનત થી જે અન્ન મળે છે એ અન્ન ની કદર કરવી જરૂરી છે. અન્ન નો બગાડ કરવો જોઈએ નહિ કારણકે અન્ન માં ઈશ્વર વાસ કરે છે. (અન્ન નાં ઢગલા માં ચોખા થી બનાવેલ ભગવાન ગણેશજી ની પ્રતિમા એનું ઉત્તમ ઉદાહરણ છે)

Related posts

ડભોઇના નાનોદી ભાગોળ આંબેડકર છાત્રાલય નજીક ગાય સાથે કાર અથડાતા અકસ્માત

admin

વિસાવદર શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા તેજસ્વી તારલાઓ નો૧૨ મો સરસ્વતી સન્માન સમારોહ સંપન્ન

admin

વડોદરાના ગાજરાવાડી સ્લોટર હાઉસની નર્કાગાર હાલત મૃત જાનવરોના નિકાલની વ્યવસ્થા ઠપ્પ

admin

Leave a Comment