35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

સંખેડા ખાતે 24 ગામ રાણા સમાજ પ્રેરિત છઠ્ઠા સમૂહ લગ્ન ધામધૂમથી ઉજવાયો

રાણા સમાજના આગેવાન તેમજ પ્રમુખ તેમજ ઉપસ્થિત પધારેલ મુખ્ય મહેમાન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ સંખેડા ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી સંખેડા ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ સાહ તેમજ તાલુકા સદસ્ય અરુણાબેન તડવી તેમજ તાલુકા પંચાયત સદસ્યા જીતુભાઈ માછી અને સંખેડા તાલુકા પ્રમુખ દીપિકાબેન તડવી સહિત રામા સમાજના અગ્રણીઓ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સમૂહ લગ્ન ના શુભ કાર્ય ની શરૂઆત કરી હતી સમાજના વડીલો, યુવાનો અને બહેન મંડળના સક્રિય સહયોગથી ખૂબ મોટી સંખ્યામાં રાણા સમાજ તેમજ દરેક અલગ અલગ જ્ઞાતિના લોકોએ આ સમૂહ લગ્નમાં નવ વર વધુ કન્યાઓ ને દાન ની લાહણી બોલાવી હતી

સમૂહ લગ્નમાં જોડાનાર વરપક્ષ અને કન્યાપક્ષ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન કરવામાં આવ્યું હતું દીકરીઓના માતા-પિતાને વિધિ, આયોજન, તૈયારીઓ અને વ્યવહાર સંબંધિત માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું.
સમાજના વડીલ સ્ત્રી-પુરુષોએ પોતાના અમૂલ્ય અનુભવો અને સલાહો આપી, જે આયોજનને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદરૂપ થયા હતા. સમૂહ લગ્નનું વાતાવરણ સહકાર અને સૌહાર્દપૂર્ણ રહ્યું હતું, જ્યાં દરેક સભ્ય સંતોષ અને સમજણ સાથે વિદાય થયા.
આ આયોજનને સફળ બનાવવા માટે દાતાશ્રીઓ, કાર્યકર્તાઓ, બહેન મંડળ અને યુવા શક્તિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને સમાજ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરાયો સમાજ ના વડીલો ના આશીર્વાદ, સદ્ભાવના અને સહયોગથી આ સમૂહ લગ્ન સફળ યાદગાર બનાવ્યો હતો

આ પ્રસંગે 24 ગામ રાણા સમાજના પ્રમુખ સુનિલજી રાણા અને મહિલા પ્રમુખ મનીષબેન અનુરાગ રાણા ઉપસ્થિત રહ્યા હતા. ચિરાગ ગુપ્તા છોટાઉદેપુર

Related posts

૭૦ લાખના ખર્ચે બનેલ સ્લેબડ્રેઇન(પુલ) બે મહિનામાં ગાબડાં પાડવા માંડતા ભ્રષ્ટાચાર ની પોલ ખુલી

admin

વિકાસ સપ્તાહ અંતર્ગત જીલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર અને આ.ટી.આઈ કવાંટના સંયુક્ત ઉપક્રમે રોજ રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજવામા આવ્યો.

admin

જનસેવા ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વડદલી બ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું

admin

Leave a Comment